OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

શરીરની જરૂરીયાત અને તેને સ્વસ્થ રાખવાની રીતો અને  નિયમો


 

1.  ખોરાક / આહાર / ભોજન

            કહેવત છે કે જેવું અન્ન તેવું તન અને તેવું મન. માટે શુદ્ધ સમતોલ Positive ખોરાક અને શુદ્ધ પાણી શરીરને આપો. અન્ન શરીરનો પ્રાણ છે, મોટા ભાગના રોગોનું મુખ્ય કારણ અનિયમિત અને negative ખોરાક છે. આહારનું કાર્ય રોગપ્રતિકારક શક્તિ વધારી સ્વાસ્થ્ય  રક્ષણ અને સ્વાસ્થ્ય સંવર્ધન છે. આહારનો ઉપયોગ કરવાથી પ્રક્રિયાને પોષણ કરે છે, ખાધેલા ખોરાકના ચયાપચય, પાચન, શોષણ, સંગ્રહ અને ઉત્સર્જન થાય છે. આમ આહારથી શરીરની વૃદ્ધિ થાય છે. આહાર શરીરનો ઘસારો પૂરો કરે છે, શરીરનાં અલગ અલગ અવયવોને શક્તિ મળે છે, રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને તન્દુરસ્તી જળવાય છે

          -------------------------------------------------------------------------------------              

             ભોજનનાં / ખાવાનાં નિયમો 

1.         ખોરાક ચાવી ચાવીને ખાઓ, વધારે ચાવવાથી લાળરસ નીકળશે અને ખાવાનું જલ્દી પછી જશે.                      

2.         ખાતી વખતે છાપું વાંચવું નહીં.

3.         ખાતી વખતે TV કે સમાચાર જોવા નહીં હિંસા વગેરે જોવા નહીં.

4.         ભૂખ લાગે ત્યારેજ ખાઓ, ભૂખ વગર ખાવું નહીં.

5.         રોજનો ખાવાનો, નાસ્તાનો સમય Fix રાખો. જો પ્રવાસ કે કોઈ બીજા કારણસર સમય સચવાય તો બને ત્યાં સુધી તેને સાચવવાની કોશિશ કરો.

6.         ખાતાં પહેલાં ભગવાનને યાદ કરો. અન્ન ઉગાડનારા અને તે અન્નને તમારા સુધી પહોંચાડનારાઓનો મનોમન આભાર માનો.

7.         ખાતી વખતે ધ્યાનથી ખાઓ.

8.         ધીરે ધીરે ખાઓ, ઝડપથી ખાવાથી શરીરમાં હવા વધારે જશે અને તેના લીધે ગેસ બનશે.

9.         કાચો, અડધો રાંધેલો ખોરાક ના ખાઓ.

10.       ચિંતા, ડિપ્રેસન, ગુસ્સામાં કે ઉદાસીમાં ઓછું ખાઓ.

11.       અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરો. ઉપવાસમાં મધ-લીંબુ પાણી, ફળો કે ફળોનો રસ ખાઓ, વધારેમાં વધારે પાણી પીઓ.

12.       ખાતી વખતે પાણી પીવો નહીં, ખાધાં પછી 15 મિનીટ પછી પાણી પીઓ.

13.       થાળીમાં ખવાય તેટલુંજ લેવું, અન્ન બગાડીને તેનો અનાદર કરવો નહીં કારણકે દુનિયાનાં લાખો લોકોને એક વખત પણ ખાવાનું મળતું નથી.

14.       શરીરને જેટલી કેલેરી જોઈએ તે પ્રમાણસર ખાઓ. વધારે પડતું ખાવાથી ખાઉધરાપણાથી વજન વધશે, સ્થૂળતા આવશે અને અનેક રોગો થશે.

15.       ચાવી ચાવીને ખાવાથી મસા, હરસ, ગેસ, કબજિયાત વગેરે બીમારીથી બચશો.

16.       શરીરની પેટની શક્તિ કરતાં ઓછું ગણું ખાઓ અને જગ્યા પેટમાં રહેવા દો. ઠાંસી ઠાંસીને ખાવું નહીં.

17.       લગ્ન, પાર્ટી કે હોટેલમાં ખાવા જતા મન ઉપર ખાવાનો કાબુ રાખો. ક્યારેક વધારે ખવાઈ જાય તો તે દિવસે 2 કિલોમીટર વધારે ચાલો અને વધારાનું પચાઓ.

18.       ખાતી વખતે વાતાવરણ બને ત્યાં સુધી શાંત જાળવવું પ્રસન્નચિતે ખાવું.

19.       ખોરાક સમતોલ ના હોય તો વાતપિત અને કફથી અસમતુલાની બીમારી આવે છે.

20.       જેમ ઉંમર વધે તેમ ખાવાનું ઓછું કરવું.

21.       એકીસાથે વધુ ના ખાતાં નિશ્ચિત સમયે ત્રણથી ચાર વખત થોડું થોડું ખાવું.

22.       શાકાહારી ખોરાક ખાવો.

23.       ખોરાકમાં સજીવ ખેતીથી તૈયાર થયેલા અનાજ, શાકભાજી અને ફળ લો, આજકાલ મોટાભાગના ઉત્પાદનમાં જેરી રસાયણિક ખાતરો વપરાય છે, તેનું ધ્યાન રાખો.

24.       જમ્યા પછી તરતજ સુવું નહીં.

25.       ભોજન કરતી વખતે વાતો ના કરો.

26.       ભોજન કરતી વખતે મનગમતું ધીમું સંગીત સાંભળી શકાય.

27.       ભોજન પ્રેમથી પીરસવું અને પ્રેમથી જમવું.

28.       ભોજનનો અનાદર કરવો નહીં, ઠોકર કે લાત મારવી નહીં.

29.       અતિ આહારથી પેટ અને આહાર બન્ને બગડે છે.

30.       ચોમાસામાં ઓછું ખાવું.

31.       રાતનું ભોજન હલકું અને સવારનો નાસ્તો ભારે લેવો.

32.       રોજ સવારે અરીસામાં પેટ જોઈ લેવું. વજન કન્ટ્રોલમાં રાખવું.

33.       રાત્રે 8 વાગ્યા પછી ખાવું નહીં, જરૂર પડે તો હલ્કો નાસ્તો કરી શકાય.

34.       રસોઈ ભગવાનની યાદમાં બનાવો.

35.       ખોરાક ઢાંકીને રાંધો, અને રાંધીને ઢાંકો.

36.       જમ્યા પછી બ્રશ કરો અને દાંત સાફ કરો, પેઢા સાફ કરો, કોગળા કરો.

37.       જમ્યા પછી 50 મિનીટ સુધી પાણી ના પીઓ. એકાદ ઘૂંટડો ચાલે, કારણકે જમ્યા પછી પાણી પીવાથી પાચનની ક્રિયા મંદ પડી જાય છે

38.       જીવવા માટે ખાઓ, ખાવા માટે ના જીવો. 

-------------------------------------------------------------------------------------              

ખોરાકનાં પ્રકાર

A.  Positive સમતોલ ખોરાક

            30% લીલાં શાકભાજી અને સલાડ
            50%
પ્રોટીનયુક્ત અને લોહીતત્વયુક્ત ખોરાક
            20%
ફળો (રોજ ઋતુ પ્રમાણેના 3 ફળો)
1.         રોટલી ચપાતી

2.         દાળ, ભાત, શાકભાજી, કઠોળ

3.         ફળો

4.         બદામ, અખરોટ, કાજુ દ્રાક્ષ, પીસ્તા, અંજીર, ખજુર

5.         અંકુરિત કઠોળ

6.         ખાખરા, દળીયો

7.         મગ, મેથી, ચણા, ઘઉં

8.         મરચું, લીંબુ, હળદર, રાઈ, જીરું, હિંગ, ધનિયા, ફુદીનો

9.         સોયાબીન તેલ, સરસોનું તેલ, તલનું તેલ

10.       દાળ, રાજમાં, આલું

11.       આપણા દેશી મસાલા

12.       લસ્સી, છાસ, લીંબુપાણી, મધપાણી, શેરડીનો રસ, મિલ્કશેક, સૂપ

13.       દેશી ઘી, માખણ પ્રમાણસર ખાઓ.

14.       શાકાહારી ભોજન

15.       સલાડ

16.       થોડું લીંબુ, દહીં કે મોળી છાસ બપોરે અવશ્ય લો.

18.       શક્ય હોય ત્યાં સુધી દેશી ગોળ વાપરો.

            કોલ્હાપુરી ગોળ પણ નહીં કારણકે તેમાં Ditergent નો ઉપયોગ થતો હોય છે.

19.       બજારુ મિઠાઈઓ ખાવાને બદલે ખજૂરના લાડુ, સૂકાંમેવા પ્રમાણસર ખાઓ.

20.       ખોરાકમાં ફણગાવેલા મગ, પ્રોટીનસભર સોયાબીન, લોહતત્વસભર કાળા તલ, બાજરી, મેથી-પાલક-તાંદળજો જેવી તાજી ભાજી, સલાડ, લીલાં શાકભાજી, ઋતુ પ્રમાણે 3 ફળ લો, અન જેવો આદર્શ ખોરાક કોઈ નહીં.

21.       પોલીશ કરેલા ચોખાને બદલે હાથછડના ચોખાના ભાત, અને ફોતરાંવાળી દાળ લો. ઘરે બનવેલા વિવિધ સૂપ લો.

22.       ભોજનની 20 મિનીટ પહેલાં આદું-લીંબુનો શરબત લો, તેનાથી ભૂખ પણ લાગશે.

23.       વહેલી સવારમાં ફરવા જતી વખતે મધ-લીંબુ વાળું પાણી લો.

 -------------------------------------------------------------------------------------              

B.    Negative તામસી ખોરાક

1.         કાંદા, લસણ

2.         પરાઠા, પૂરી, પકોડી, પેટીસ, પીઝા, બર્ગર, સમોસા, પાણીપુરી, આઈસક્રીમ, પાપડ, પકવાન, ભજીયા, નાન, નુડલ્સ

3.         Cold drinks, Fast food, કોકાકોલા, પેપ્સી જેવાં બિનઉપયોગી અને અપોષક પીણાં ત્યજો. તેને બદલે આદું-લીંબુનો રસ, વિવિધ જ્યુસ અને સૂપ પીઓ.

4.         પેસ્ટ્રી, કેક, ક્રીમ, ચોકલેટ, ટોફી, કેન્ડી, શરબત, ચીઝ

5.         ફ્રેંચફ્રાય, ચિપ્સ, Fast foods, પનીર

6.         બિસ્કીટ, કુકીજ

7.         તળેલી ચીજો

8.         Tin માં રાખેલી ચીજો Bottle/Tin Packed તે ખાવાથી દમ, એલર્જી, કેન્સર થાય છે.

9.         જામ Jam, શરબત, સોસ, કેચપ, જેલી

10.       સિંગતેલ

11.       બાસમતી ચાવલ, પોલીશ કરેલાં ચોખા.

12.       અથાણા, પાપડ

13.       મીઠાઈ

15.       કેફીન, દારૂ, ડ્રગ્સ, કોલ્ડડ્રીંક, પાનપરાગ, તમાકુ, ગુટકા, ધુમ્રપાન

16.       હોટલનું ખાવાનું

17.       Bed tea ક્યારેય પીવી નહીં, પહેલાં દાતણ કરવું.

18.       વાસી ખોરાક

19.       મેંદાને બદલે ચાળ્યા વગરનો કકરો લોટ કે ફાડા વાપરો.

20.       પાંચ સફેદ વસ્તુઓથી દુર રહો અથવા બહુજ ઓછા પ્રમાણમાં ખાઓ.

            1. સફેદ મીઠું વધારે પડતો ઉપયોગ ઝેર બરાબર છે. તેને 1/3 કરી નાંખો.

            2. સફેદ ખાંડ જેટલો શક્ય હોય તેટલો ઉપયોગ ઓછો કરવો.

            3. સફેદ મેંદો જેટલો શક્ય હોય તેટલો ઉપયોગ ઓછો કરવો.

            4. સફેદ માખણ જેટલો શક્ય હોય તેટલો ઉપયોગ ઓછો કરવો.

            5. સફેદ સોડા જેટલો શક્ય હોય તેટલો ઉપયોગ ઓછો કરવો.

21.       તેલ જરૂર પડતું વાપરો. એક વખત વપરાયેલા તેલનો ઉપયોગ ફરી કદી ના કરો.

22.       લાલ મરચાને બદલે માફકસર લીલું મરચું વાપરો.

23.       વનસ્પતિ તેલ તથા બધાજ રીફાઇન્ડ તેલ છોડી દો, તલનું તેલ, સરસીયું તેલ અથવા ક્પાસીયું તેલ જે શક્ય હોય તે વાપરો.

24.       માતાએ બાળકને માતૃદૂધ આપવું. બાટલીના દુધથી બાળક રોગી બનશે.

 -------------------------------------------------------------------------------------  
C.  શું ખાશો પીશો અને કેટલા પ્રમાણમાં?
 

  • બિલકુલ ના લો -

વાસી-ખુલ્લો ખોરાક, કેમીકલયુક્ત અને પ્રીઝર્વેટીવ ખોરાક, અશુદ્ધ અસલામત પાણી અને ઠંડાપીણાં.

 

  • ઓછામાં ઓછું લો -      

મીઠું, મોરસ, મેંદો, મિઠાઈઓ, તળેલા-ખુલ્લા-તીખા પદાર્થો, બેકરી પ્રોડક્ટ્સ, અથાણાં, પાપડ, સોસ, કેચઅપ.
 

  • પ્રમાણસર લો   -

પનીર, ઘી, તેલબીજ, નાળિયેર, કંદમૂળ, સોયાબીન, ખજુર, અંજીર, બદામ, કાજુ, દેસી ગોળ.
 

  • વધુ પ્રમાણમાં લો

સૂપ, અંકુરિત કઠોળ, અનાજ, દાળ, સલાડ, શુદ્ધ પાણી, મળી કાઢીને ગાયનું દૂધ-દહીં, ઘી (ઉંમર પ્રમાણે)
 

  • ખુબ પ્રમાણમાં વધુ માત્રામાં લો


લીંબુ
-આદું, લીંબુ-મધ, ફ્રુટ જ્યુસ, ગોળ-લીંબુ જેવાં સ્વાસ્થ્યવર્ધક સ્વાદિષ્ટ પીણાં, નેચરોપેથીયુક્ત ભોજન, રોજ ત્રણ લાલ-લીલાં-પીળા  ફળ, તાજી લીલી ભાજીઓ, લીલાં શાકભાજી.

 -------------------------------------------------------------------------------------  

D.   પંચતત્વ આધારિત આદર્શ ભોજન

1.      આકાશ (સૌથી લઘુ/હલકું)

        ઉપવાસ કરો મોડી સાંજથી સવાર સુધી પેટ ખાલી રાખો.

2.      વાયુ (રૂક્ષ)

        લીલાં પાંદડાવાળા શાકભાજી પાલક, મેથી, તાંદળજો, અળવીના પણ, નાગરવેલના પણ, ઘઉંના જવારા, કુંવારપાઠું (એલોવીરા), સરગવો.

3.      અગ્નિ (તીક્ષ્ણ)

        ફળો સફરજન, સંતરા, મોસંબી, ચીકુ, દ્રાક્ષ, કેળાં, આમળાં સવારે ખાટામીઠા ફળો લો, જયારે સાંજે વધું મીઠાં ફળ -20% લો.

4.      જળ (સ્નિગ્ધ)

        લીલાં શાકભાજી દુધી, કરેલાં, કાકડી, ગાજર, મૂળા, બીટ, ટામેટાં, રીંગણા, ભીંડી, પરવળ, તુરિયા 30% લો.

5.      પૃથ્વી (ગુરૂ)

        માટીમાં થતાં કઠોળ, અનાજ, મગ, ચણા, મઠ, વગેરે કઠોળ ફણગાવીને લો, પ્રોટીન, સોયાબીન 50% લો.
 


2     હવા

1.         આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રાખો.

2.         દરરોજ શુદ્ધ હવા ફેફસામાં ભરી ઊંડી શ્વાસ લો.

3.         વાતાવરણનું ઉષ્ણતામાન કન્ટ્રોલમાં રાખો.

4.         અવાજનું પ્રદુષણ ઓછું કરો.

 


 

3     પાણી

1.         શુદ્ધ પાણી પીઓ.

2.         દરરોજ 8 થી 12 ગ્લાસ પાણી પીઓ.

3.         બને ત્યાં સુધી પાણી ઉકાળીને પીઓ.

4.         ડર કલાકે 1 ગ્લાસ પાણી પીવો, ઉભા થાઓ.

5.         બપોરના ભોજન પછી મોળી-તાજી મજેદાર છાશ પીઓ.

6.         લીંબુ પાણી, મ્ધ્પાની, સૂપ, જ્યુસ જયારે જરૂર લાગે ત્યારે લો.

7.         એક્વાગાર્ડ કે RO થી શુદ્ધ થયેલ પાણી પીઓ.

8.         વધારે પાણી પીવાથી કિડનીઓ સારી રહેશે.

 


 

4     કસરત

1.         દરરોજ સવારે કે સાંજે 1 કલાક ચાલો.

2.         દરરોજ અડધો કલાક કોઇપણ કસરત કરો.

3.         દરરોજ 15 મિનીટ અનુલોમવિલોમ પ્રાણાયામ અને 15 મિનીટ કપાળભાતી પ્રાણાયામ કરો.

            આમ શરીર માટે રોજની 2 કલાકની કસરત જરૂરી છે.

4.         અનુલોમવિલોમ કરતી વખતે ફેફસાં પુરેપુરા ફુલાવો, તેનાથી શરીરનાં દરેક કોષને પૂરો પ્રાણવાયું મળશે. માટે ઊંડા અને લાંબા શ્વાસ લો.

5.         શરીરનાં દરેક અંગને કસરત આપો.

            હાથની કસરતો,            ચહેરાની કસરતો

            પગની કસરતો,            હાથપગનાં પંજાની કસરતો

            ચાલવું,                         ખભાની કસરતો

            આંખની કસરત            ગરદનની કસરત

6.         કોઇપણ જાતની મનગમતી કસરત 1 કલાક કરી શકાય

            વોકિંગ,             નૃત્ય

            જોગીંગ            ,           આઉટડોર રમતો

            રનીંગ,             સ્વીમીંગ          

7.         સવારે સૂર્ય નમસ્કારની કસરત કરો. ઉગતા સૂર્યના દર્શન કરવાથી તમારો દિવસ સુધરી જશે, દરરોજ અડધો કલાક.

8.         દાંતની કસરત માટે સાફ કરેલા કાકડી, ગાજર, મૂળા, નાળિયેરનું કોપરું, શેરડી, sing-ચણા, વરીયાળી, તલ જેવા કડક ખાદ્યપદાર્થો ખુબજ ચાવીને ધીમે ધીમે ખાઓ.

9.         તમારું વજન કસરતથી પ્રમાણસર રાખો.

            બોડી માસ ઇન્ડેક્ષ BMI 23 થી નીચે રાખો

            વધારે વજન મોટાભાગનાં રોગોનું મુખ્ય કારણ છે.

 ------------------------------------------------------------------------------------- 

ચાલવાનાં ફાયદા

1.         વજન ઘટે છે.

2.         શરીર સારું દેખાય છે.

3.         સસ્તું છે. જીમ જવું મોંઘુ પડતું નથી.

4.         BP ઓછું થાય છે. હાર્ટ મજબુત બને છે.

5.         ઉંઘ સારી આવે છે.

6.         શરીરને વધારે Oxygen મળવાથી સ્ફૂર્તિ આવે છે.

7.         કોલેસ્ટેરોલ (Cholesterol) ઘટે છે.

8.         કમરનો દુઃખાવો ઓછો થાય છે.

9.         હાડકાં મજબુત થાય છે.

10.       ચિંતા અને દબાણ ઘટે છે.

11.       શરીરની Immunity Power વધે છે.

12.       Aging process slow થાય છે એટલે ઘડપણ મોડું આવે છે.

13.       Osteroposis માં મદદ થાય છે.

-------------------------------------------------------------------------------------  

સૂર્યનમસ્કારનાં ફાયદા

1.         Vitamin D મફતમાં મળે છે.

2.         ચામડીનાં દર્દ ના થાય.

3.         રોગપ્રતિકારક શક્તિ વધે.

4.         કુદરતી જીવન શક્તિ વધે.

5.         સ્ફૂર્તિ અને ઉત્સાહ વધે.

6.         મગજ અને જ્ઞાનતંતુઓ પાવરફુલ થાય છે.

7.         ડીપ્રેશન દુર થાય છે.

 


 

5     ઉંઘ અને આરામ

1.         દરરોજ 6 થી 8 કલાકની ઉંઘ સ્વસ્થ શરીર માટે જરૂરી છે.

2.         જરૂર પડે તો બપોરે અડધો કલાક ઝોકું ખાઈ લો. તેનાથી શરીર સ્વસ્થ રહેશે.

3.         એક દિવસની ઉંઘ પૂરી ના થાય તો શરીરને પુરતો આરામ મળશે નહીં અને બીજા દિવસે સવારે શરીરથી બરાબર કામ થઇ શકશે નહીં.

4.         દરરોજ રાત્રે 15 મિનીટ ધ્યાન કરો.

5.         ઊંડી શ્વાસ લઇ શરીરને Relax કરો.

6.         માનસિક શાંતિના નિયમો અપનાવો (Chapter મુજબ)

7.         સુતાં પહેલાં કોઇપણ કસરત 1 કલાક કરવાથી શરીરને થાક લાગશે અને તરતજ ગાઢ ઉંઘ આવશે.

8.         સાંજનું ખાવાનું હલકું લેવું.

9.         રાત્રે સુતી વખતે મનમાં ગાયત્રીમંત્ર અથવા મહામૃત્યુંજય મંત્ર ગણગણો.

10.       થાક લાગે ત્યારે શબાસન કરો.

 


 

6     વ્યસનો

1.         કોઇપણ પ્રકારનું વ્યસન શરીર માટે હાનીકારક છે.

2.         બીસી, સિગારેટ, તમાકુ, દારૂ, પાનપરાગ, માણેકચંદ, ગુટકા, ગાંજો, ચરસ, ધાણાની દાળ, સોપારી, પાન વગેરેથી દુર રહેવું.

3.         એક વખત આદત પડી જશે તો તેના બંધની થઇ જશો અને પછી તે વ્યસન છોડવું અતિમુશ્કેલ બનશે.

4.         માટે વ્યસનીઓની કદી સોબત કરવી નહીં.

5.         વ્યસનથી શારીરિક નુકશાન થાય છે, જડબાનું કેન્સર, લીવર બગડવું, કીડનીઓ ખલાસ થવી, ફેફસાં ખલાસ થવા વગેરે અસાધ્ય રોગો થાય છે.

6.         વ્યસનથી આર્થિક, માનસિક, સામાજિક પારાવારનું નુકશાન થશે.

7.         ગુટકા કરતાં ફળો, સફરજન અને સૂકાં મેવા સસ્તાં છે.

8.         દારૂ પીવાથી લીવર ખરાબ થઇ જાય છે.

9.         Facebook, Twitter, Whatsapp વગેરે Social marketing ની Websites થી બચો, તે સમય અને જીવન બરબાદ કરે છે.

10.       Internet, Mobile, email, SMS નો જરૂર પડતો ઉપયોગ કરો તેનાં ગુલામ ના બનો.

11.       Pornography થી બચો, જીવન બરબાદ નાં કરો.


 

7. શરીર સ્વસ્થ રાખવાની રીતો

 

1.      સ્વચ્છ હવા

        પ્રકૃતિએ આપણને પ્રદુષણ મુક્ત પ્રાણવાયુંથી ભરપુર સ્વચ્છ મબલખ હવા મફતમાં આપી છે. માનવશરીરના કરોડો સુક્ષ્મ કોષોને ઓક્સીજન ન મળે તો ઘણી બીમારીઓ થઇ શકે અને મૃત્યુ પણ થાય. માટે ઊંડા અને લાંબા શ્વાસ દ્વારા ફેફસાંની ક્ષમતા વધારો અને મફતમાં કોઇપણ દવા વગર પ્રાણવાયુંથી સાજા રહો.

 

2.      શુધ્ધ પાણી

        રોજ 12 થી 14 ગ્લાસ પાણી પીવો. ચોથા ભાગનું બળી જાય તેટલું ઉકાળીને ઠારેલું સ્વચ્છ વાસણમાં કે માટલામાં રાખેલું પાણી વાપરો જેનું PH 10 થી 10.2 હોય. મોટાભાગની બીમારીઓ પ્રદુષિત પાણીથી થાય છે. તાંબાના વાસણમાં ભરી રાખેલું  કે સૂર્યતાપિત જળ પીવું સ્વાસ્થ્યપ્રદ ગણાય છે.

 

3.      માટી

        કોઇપણ નેચરોપેથી (કુદરતી ઉપચાર) કેન્દ્રમાં જઈ માટીનાં વિવિધ ઉપયોગો જાણો અને સમજો.

 

4.      ઉપવાસ

        અઠવાડિયામાં 1 વખત ઉપવાસ કરો. તેના બદલે આપણે રવિવારે હોટલમાં વધારે ખાઈએ છીએ, તો માંદા પડવું તો બહુજ સરળ છે, માટે અઠવાડિયે 1 વખત ઉપવાસ કરશો તો શરીરમાં ભેગી થયેલી અશુદ્ધિઓ બળી જશે અને શરીર નિરોગી રહેશે.

 

5.      કસરત-શ્રમ

        શરીરને વ્યાયામ મળે તેવો શ્રમ કરો.

 

6.      કુદરતી જીવન

        જેટલું કુદરતમય-સહજ-સ્વાભાવિક-કુદરતી જીવન જીવશો તેટલી તમારી તન્દુરસ્તી સારી રહેશે. પ્રકૃતિને ખોલે ઘૂમો, પ્રવાસ માણો.


 

Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top