OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

ધન માટે જીવનમાં સફળતાના નિયમો


       
ધન માટે જીવનમાં સફળતાના નિયમો

1.  મોટા સપનાં જોવા ઉંચા વિચારો- સપનાં Dreams, Ambitions- લક્ષ્ય Goal 

  1. શું જોઈએ છે? તે નક્કી કરી લો. જીવનનું લક્ષ નક્કી કરો. ધંધાની પસંદગીમાં સાવધાની રાખો.

  2. તમારા રસનાં વિષયને અનુલક્ષીને ધંધાની પસંદગી કરવી. યોજનાઓ બનાવો. વિકલ્પો વિચારો

  3. તમારા રસ મુજબ લક્ષ્ય નક્કી કરો.

  4. વાસ્તવિકતાને ઓળખો, પોતે શું છીએ અથવા પોતાની શક્તિ શું છે તે જાણીને કામ શરુ કરવું.

  5. વ્યવસાયમાં કોઈનું આંધળું અનુકરણ કદી કરવું નહીં.

  6. તમારી શક્તિ પ્રમાણે ધંધો કરવો, દસ પગથિયાં ચડી શકતા હોય તો તેર પગથિયાં ચડવાના સપનાં જુઓ.

  7. કદી પચાસ પગથિયાંના તરંગી સપનાં જોવા નહી.

  8. તમારાં મુલ્યો નક્કી કરો

  9. મોટા સપનાં જોવા ઉંચા વિચારો કરવા Think Big

  10. Burning Desire હોવી જોઈએ.

  11. સપનાંને સાકાર કરવા સખત મહેનત કરવી.

  12. સપનાની સુરક્ષા કરવી Never giveup.

  13. સ્પષ્ટ ભાવી દ્રષ્ટિ રાખવી.

  14. સપનાંને વળગી રહો.

  15. પોતાનાં સ્વપ્ન પર વિશ્વાસ રાખવો

  16. જયારે કોઈ સ્પષ્ટ સ્વપ્ન જુએ ત્યારે વિશ્વાસ થાય છે, તમારું અચેતન મન તેને સાકાર કરવાં ઉપાય શોધવા માંડે છે, શરીર પણ ઉત્સાહથી સાથ આપે છે. 14 થી 18 કલાક કામ કરવાથી પણ થાક લાગતો નથી.

  17. સ્વપ્નોમાંથી શક્તિ મળે છે. સ્વપ્નથી સફળતાની શરુઆત થાય છે,

  18. સ્વપ્ન જેટલું મોટું સફળતા પણ તેટલીજ મોટી.

  19. સપનાં જુઓ, હમેશાં મોટા વિચાર કરો.

  20. ઈરાદો રાખો. Positive બનો.

  21. દરરોજ Visualize કરવા, Work ફોર It અને Achive it.

  22. દરરોજ Visualize કરો અને અર્ધજાગૃત મનને કામ સોંપી દો. જેવું વિચારશો તેવુજ બનશે.

  23. Law of Attraction ને સમજો. જે જોઈએ છે તે તમારી પાસે હોવાનો અહેસાસ કરો.

  24. તમારું મુલ્ય વધારો તમને સસ્તામાં ના વેચો.

  25. દરરોજ તમારી જાતને પૂછો કાર્ય વધારે સારી રીતે કેવી રીતે થઇ શકે.

  26. તમારાં મગજને વ્યાપક બનાવો. લોકો પાસેથી પ્રેરણા લો. લોકોની સાથે હળવા-મળવાનું શીખો.

  27. નવાં નવાં જૂથોમાં ભળવાનું રાખો. નવી સંસ્થામાં જોડાઓ, નવા કાર્યો કરો.

  28. તમારે હજું ઘણું બધું આપવાનું બાકી છે.

  29. ભવિષ્યના સુખ અને આનંદનો વિચાર આજથી કરો અને તે માટે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરો.

  30. જીવનનાં દરેક ક્ષેત્રમાં દૂરનું વિચારો અને આર્થિક ક્ષેત્રે પણ લાંબુ વિચારો. લાંબાગાળાનો વિચાર કરો અને વિવિધ માર્ગો-સ્ત્રોતોની યાદી કરી નીવડેલ કાર્યપદ્ધતિ અપનાવી માસ્ટર પ્લાન બનાવી અનુસરો. ધીમી ગતિથી નહીં પણ દોડવાની ગતિથી કરો.

  31. બીજા નથી કરી શકતા કે ભાગ્યેજ કરી શકે છે એવું અને એનાં કરતાં પણ વધુ ગુણવત્તાવાળું કામ કરો તો તમારું માન વધશે, મોં માંગી કિંમત પણ મળશે.

  32. અનુભવી નિષ્ણાંત સાથે ચર્ચા કરો, માર્ગદર્શન મેળવો. રણનિતી (કાર્યપદ્ધતિ) ઘડો. સમયસર એક્શન પ્લાન તૈયાર કરો અને તે મુજબનાં પગલાં લો. પ્રતિમાસ લક્ષ્યાંકસિધ્ધિની અને કરેલ કાર્યની સમીક્ષા કરો અને પ્રતિવર્ષ મૂલ્યાંકન કરી તેને આધારે રણનીતિમાં જરૂર હોય તો યોગ્ય ફેરફાર કરી હવે પછીનો વાર્ષિક પ્લાન રીવાઈઝ કરો.

  33. સપનાં સેવો અને તેને સાકાર કરવાં પ્રેરણા મેળવો. નવીનતમ અને પરિણામલક્ષી નવું નવું વિચારો.

  34. તમારાં વ્યવસાયની સમ્પૂર્ણ અને જરૂરી બધીજ માહિતી અને અધ્યતન જ્ઞાન મેળવો અને તે અપડેટ કરતાં રહો.

  35. ગણત્રીપૂર્વકનું જોખમ લેવાનું સ્વીકારો. આંખો મીંચીને લાગણીનાં આવેશમાં આવીને રોકાણ ન કરતાં વિવેક બુદ્ધિથી જરૂરી જોખમ જરૂરથી ઉઠાવો.

  36. નિરાશાવાદી અને નકારાત્મક ન બનો.

  37. વેપાર ધંધા માટે લાયકાત કરતાં કોઠાસૂઝ-જ્ઞાન વધુ આવકારદાયક છે.

  38. હમેશાં સકારાત્મક અને આશાવાદી શબ્દપ્રયોગ કરો. અસંભવને I can do, I will Do કહો.

  39. ભારે પરિશ્રમ, યોગ્ય મેનેજમેન્ટ અને વાસ્તવિક (Practical) પરિણામલક્ષી આયોજન કરો.

  40. નિરાશાવાદી સાથે કદી ચર્ચા ના કરો. સફળતા પામેલ ધનિકો સાથે વિચાર પરામર્શ કરીને આયોજન કરો.

  41. બરાબર networking કરો.

  42. સંબંધો અને સંપર્કો શ્રેષ્ઠ રાખો.

  43. તક મળે તેને વિના વિલંબે ઝડપી લો. તકની રાહ જોઇને બેસી ના રહો, તકો ઉભી કરો.

  44. નિષ્ફળતાની બીક રાખ્યા વગર ઉત્સાહપૂર્વક કરોળિયાની જેમ આગળ વધો તો નિષ્ફળતા પછી સફળતા પ્રાપ્ત થશે.

  45. ઉત્તમકક્ષાનાં સપનાં જુઓ અને તેને સાકાર કરવા પ્રયત્નશીલ રહો. હિંમત, આત્મવિશ્વાસ અને જોશ જુસ્સાથી આગળ વધતાં રહો.

  46. હમેશાં મીઠું જ બોલો.

  


2.  વિચારો

                              1.            હજારો માણસો દરરોજ સારા વિચારોને દાટી દે છે, કારણકે તેઓ તેના પર કામ કરતાં ડરે છે.

                              2.            વિચારને અમલમાં મુકવા સક્રિય બનો.

                              3.            જાતેજ પ્રેરણા શોધી લો. બીજાનાં મોટીવેશનની જરૂર નથી.

                              4.            કાગળ અને પેનથી તમારું બધું ધ્યાન સમસ્યા પર કેન્દ્રિત થઇ જાય છે. કાગળ પર વિચાર લખો છો ત્યારે તમે મગજમાં પણ એજ વિચારને લખી રહ્યા છો. તે વધારે સમય યાદ રહે છે, એકાગ્રતા મળે છે.

                              5.            અત્યારેજ આજ ક્ષણે.

                              6.            Creative બનો.

                              7.            માત્ર વિચારો કરવાથી સફળતા મળતી નથી. તાત્કાલિક અમલમાં મુકો. પહેલાં કરવાની તક ઝડપી લો.

                              8.            વિચારોને તરતજ લખી નાંખો, છૂટી જવા ના દો. માટે હમેશાં પેન અને કાગળ જોડે રાખો.

                              9.            આવેલાં વિચારોને તપાસો, તેને પાળો-પોષો.
 


 3. નવું કામ કરવું - Do something new in life

                              1.            નવું કામ મોટું હોય તે જરૂરી નથી.

                              2.            નવો વિચાર તમાંરોજ હોય તે જરૂરી નથી. - Cash the idea

                              3.            તમે ખુબ ભણેલા હોય તેવું જરૂરી નથી.

                              4.            તમે પહેલે તબક્કે સફળ થશો તેવું જરૂરી નથી.

                              5.            તમારી પાસે નવું કામ કરવા સિવાય બીજું કોઈ કામ ના હોય તે પણ જરૂરી નથી.

                              6.            નવી Technology વાપરવી Update yourself everyday

                              7.            બીજાથી અલગ વિચારવું.
 


4. સાહસ ખેડવું જોખમ લેવું - ભય

                              1.            અભ્યાસ છોડવાનું જોખમ

                              2.            નોકરી છોડવાનું જોખમ

                              3.            આર્થીક જોખમ

                              4.            લોકો શું કહેશે તેનું જોખમ

                              5.            નિષ્ફળતાનું જોખમ

                              6.            તમારી પાસે તમામ વ્યવસ્થા હોવી જરૂરી નથી

                              7.            શરુઆતથી ધનવાન હોવ તે જરૂરી નથી

                              8.            બીજાઓ તમને સમર્થન આપે તે જરૂરી નથી

                              9.            તમે મોટા શહેરોમાં રહો તે જરૂરી નથી

                          10.            તમે યુવાન હોવ તે જરૂરી નથી               

                          11.            ભયથી ડરો નહીં તેનું Solution શોધો.

                          12.            નિષ્ફળ જવાનો ભય

                          13.            અજ્ઞાન ભય

                          14.            પૂર્વ તૈયારી ન કરી હોવાનો ભય

                          15.            ખોટો નિર્ણય લેવાયાનો ભય

                          16.            અસ્વીકૃતીનો ભય

                          17.            નસીબનો વાંક કાઢવો નહીં

 


5.  મુશ્કેલીઓથી ગભરાવું નહીં

                              1.            મુશ્કેલીઓમાં તક છુપાયેલી હોય છે

                              2.            મુશ્કેલીઓ માટે તૈયાર રહો

                              3.            વિરોધની પરવા ના કરો

                              4.            આફતોથી ગભરાવું નહીં.  ડરવું નહિ. ડગવું નહિ.

 


6.  બહાનાબાજી છોડો

                              1.            ઉંમર, ગરીબાઈ, નિરક્ષરતા કે બીમારીનું, નસીબનું બહાનુ ના કાઢો

                              2.            બહાનાબાજી છોડો તર્કશુદ્ધ દલીલો વડે સમર્થન ના કરો.

                              3.            હું કમનસીબ છું.

                              4.            મારી ઉમર નાની છે.

                              5.            મારી ઉમર બહુ વધારે છે. (બુઢા હોગા તેરા બાપ)

                              6.            મારા ગ્રહોજ ખરાબ છે.

                              7.            હું અસહાય છું, લાચાર છું.

                              8.            હું બીમાર છું, મારું શરીર બરાબર નથી.

                              9.            મારી પાસે એટલાં પૈસા નથી.

                          10.            હું એટલો હોશિયાર નથી.

                          11.            હું એટલો ભણેલો નથી.

                          12.            મારી એટલી ઓળખાણો નથી.

                          13.            આજકાલ માર્કેટની પરિસ્થિતિ બહું ખરાબ છે.

                          14.            મારા પર પરિવારનો બોજો છે.

                          15.            મારી પાસે સમયનો અભાવ છે.

                          16.            મને કોઈ મદદ કરતું નથી.

 


7.   દૂરનું વિચારવું Long vision

                              1.            ભવિષ્યની સમસ્યાઓને ઓળખવી.

                              2.            ભવિષ્યની શક્યતાઓને ચકાસવી.

                              3.            પરિણામો અંગે સારી રીતે વિચારવું.

                              4.            પાછળથી મેળવવાને બદલે હમણાજ નુકશાન વેઠવું.

                              5.            લાલચમાં ના ફસાવું.

                              6.            અશક્ય વાતો વિચારવી.

                              7.            નવી તકો શોધવી

 


8.  સફળતા નિષ્ફળતા

                              1.            Time bound લક્ષ્ય રાખો, કામ ટાળવું નહીં

                              2.            કદી કોઈની નકલ કરો નહીં

                              3.            ખોટી ઉતાવળ કરવી નહીં

                              4.            સતત નવું શીખતા રહો

                              5.            એક સમયે એક જ કામ કરવું

                              6.            ક્રમ અનુસાર કામ કરવું

                              7.            ધ્યેય વિના સફળતા મળતી નથી

                              8.            સ્પર્ધાનો ભય રાખવો નહીં

                              9.            પડકારોને આવકારો.

                          10.            તમારી ઈચ્છાના કામ માટે ક્યારેય મોડું થતું હોતું નથી

                          11.            Everyone should proper

                          12.            સૌનાં કલ્યાણનું વિચારો.

                          13.            ભૂલો કબુલ કરતા શીખો

                          14.            તમારી નિષ્ફળતા માટે બીજાને દોષ આપવો નહીં

                          15.            હમેશાં વિચારો કંઇક રસ્તો મળીજ આવશે

                          16.            આ કામ અશક્ય છે તેવા વિચારો અવવાજ ના દો

                          17.            દરેક પરિસ્થિતિની સારી બાજુ હોય છે

                          18.            હું આ કરી શકું છું. આત્મવિશ્વાસ કેળવો - I can

                          19.            હમેશાં ઉત્કૃષ્ટ કામ કરો. Excellence- Money is by-product

                          20.            સફળતાની જ વાતો કરો, આગળ વધતા રહો.

                          21.            Willpower વધારવો I can do everything

                          22.            Challenges ને સ્વીકારો

                          23.            Stepwise કામ કરવું

 


 9.  નિષ્ફળતાના કારણો

                              1.            તમારા લક્ષ્યની તમને સ્પષ્ટ ખબર નથી.

                              2.            તમારી આસપાસનું વાતાવરણ બરાબર નથી.

                              3.            તમારામાં ભડભડતી ઈચ્છાઓ જાગતી નથી.

                              4.            તમારામાં આત્મવિશ્વાસ નથી.

                              5.            તમારામાં આત્મસંયમનો અભાવ છે.

                              6.            તમારી પાસે પુરતું શિક્ષણ નથી.

                              7.            તમારામાં આયોજનનો અભાવ છે.

                              8.            તમે તકને ઓળખી શકતા નથી.

                              9.            તમારામાં મૌલિક વિચારશક્તિ નથી, તમે અનુકરણમાં માનો છો.

                          10.            તમારી પાસે કામનું આયોજન નથી. સખત પુરૂષાર્થ માટે તમે અશક્ત છો.

                          11.            તમારી પાસે આકર્ષક વ્યક્તિત્વ નથી. તમે વિરોધી વ્યક્તિથી પિડાવ છો.

                          12.            તમે સતત જાતીય વૃત્તિથી પિડાવ છો.

                          13.            તમારામાં ત્વરિત નિર્ણયશક્તિનો અભાવ છે.

                          14.            તમે શારીરિક રીતે અશક્ત છો.

                          15.            તમે કૌટુંબિક જીવનમાં નિષ્ફળ છો.

                          16.            તમને સતત કોઈને કોઈ વાતનો ડર લાગે છે.

                          17.            તમે ધંધાની પસંદગી ખોટી કરી છે.

                          18.            તમે લઘુતાગ્રંથીથી પિડાવ છો.

                          19.            તમારામાં સાહસિકતાનો અભાવ છે.

                          20.            તમારામાં સહકારની ભાવના નથી.

                          21.            તમે પરાવલંબી છો.

                          22.            ધંધા માટે તમારી પાસે પુરતી મૂડી નથી.

                          23.            તમે અપ્રમાણિક છો.

                          24.            તમને ગમતું કાર્ય તમે કરતા નથી.

                          25.            તમે વારંવાર નર્વસ બ્રેક-ડાઉનના ભોગ બનો છો. તમે નકારાત્મક વિચારોથી પિડાવ છો.
 

 


Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top