OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

ધન મેળવવાનાં નિયમો


       
ધન મેળવવાનાં નિયમો

                           1.            ધનવાન બનવા આર્થીક બાબતોનું જ્ઞાન મેળવો.

                           2.            કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત સમજો.

                           3.            પૈસાનું સંચાલન Planning કરો.

                           4.            પૈસાની કદર કરવી.

                           5.            ક્રેડિટકાર્ડ ક્યારેય નાં લેશો. Credit કાર્ડથી દુર રહો જરૂર પડે તો Wisely use કરો.

                           6.            તહેવાર માટે, ભવિષ્ય માટે, માંદગી માટે અલગ પૈસા રાખવા. લગ્ન માટે, શિક્ષણ માટે બચત કરવી.

                           7.            Cash, Bond, FD, Gold, Equities, Property વગેરેમાં Wisely invest કરવું.

                           8.            પૈસાને પૈસા કમાવવા માટે કામે લગાડો.

                           9.            ધનવાનો નાણા માટે કામ કરતા નથી, નાણા તેમના માટે કામ કરે છે.

                       10.            સ્કુલમાં નાણા કમાવવાનું શીખવાડાય છે, પણ તેનો ઉપયોગ કેમ કરવો તે શીખવાડાતું નથી.

                       11.            ધંધો તમારા માટે નાણા પેદા કરવો જોઈએ તમે હાજર હો કે ના હો.

                       12.            તમે કેટલા નાણા કમાઓ છો તે અગત્યનું નથી, પણ કેટલા સાચવો છો તે અગત્યનું છે.

                       13.            ધનવાનો મિલકતો ખરીદે છે, મધ્યમવર્ગનાં લોકો જવાબદારી માથે લે છે, ગરીબો ખર્ચામાં ડૂબેલા રહે છે. મિલકત પૈસા કમાવી આપે છે, જવાબદારીઓ પૈસા ખર્ચાવે છે.

                       14.            કર્મચારી ઘરનો માલિક છે, તે માલિક માટે, સરકાર માટે, બેંક માટે કાર્ય કરે છે.

                       15.            ધંધામાં પહેલાં તમારી જાત માટે પૈસા કાઢી લો.

                       16.            તમારી કંપનીનો વહીવટ તમારી જાતે સંભાળો.

                       17.            Property માં, સોનામાં પૈસા રોકો.

                       18.            ધનવાન લોકો પહેલાં મિલકતો ખરીદે છે, મોજશોખની વસ્તુઓ છેલ્લે ખરીદે છે.

                       19.            પૈસાનાં હિસાબકિતાબમાં ચોકસાઈ રાખો. પૈસાની જવાબદારી જેટલી વધારે તેટલી ચોકસાઈની જરૂર વધારે.

                       20.            ધનવાનો નાણા કમાય છે, વાપરે છે અને પછી કરવેરા ભરે છે. જયારે મધ્યમવર્ગ પહેલાં કરવેરા ભરે છે પછી નાણા વાપરે છે.

                       21.            શીખવા માટે કામ કરો, નાણા માટે નહીં.

                       22.            નાણાંનો વહીવટ, સમયનો વહીવટ, લોકોનો વહીવટ સમજો.

                       23.            મિલકતો મોજશોખની વસ્તુઓ લાવી આપે છે.

                       24.            દેવું જલ્દી ભરપાઈ કરો.

                       25.            Monthly બજેટ બનાવો અને તેને વળગી રહો.

                       26.            ટૂંકા ગાળાને બદલે લાંબા ગાળાનું આયોજન કરો, રાતોરાત કરોડપતિ બનવાની ઈચ્છા છોડો.

                       27.            ગરીબ લોકો પોતાનું ભરણપોષણ થાય તેવી કોશિશ કરે છે, તેઓ માને છે કે તેઓ જન્મથી ગરીબ છે અને ગરીબ રહેવાનાં છે. ખાવા-પીવાં-ઓઢવાનું મળી રહે તો સંતોષ થાય છે.

                       28.            મધ્યમવર્ગનાં લોકો આરામદાયક જીવન જીવવા પુરતી કોશિશ કરે છે કારણકે આ વર્ગનાં લોકો તેમની જરૂર કરતાં વધુ ધન નહીં મળે તેવી માન્યતા અને વિશ્વાસ ધરાવે છે.

                       29.            ધનવાન અને અતિધનવાન લોકો ધારે તેટલું કમાઈ શકે છે. પૈસા પૈસાને લાવે છે તેવો આત્મવિશ્વાસ અને માન્યતા ધરાવે છે. તેઓ ધનપ્રાપ્તિની મોટી યોજનાઓ ઘડે છે. પોતાની આગલી પેઢીઓ માટે અને ટેક્સ બચાવવાં માટેના વિચારો અને આયોજન કરે છે.

                       30.            ભવિષ્ય માટે વિવિધ બચત કરો. આકસ્મિક ખર્ચ સમયે અને વૃદ્ધ્વસ્થામાં બીજાની દયા પર જીવવું ન હોય તો ભવિષ્યને આર્થિક દ્રષ્ટીએ સુરક્ષિત કરો. જીવનવીમાની ફક્ત જરૂરી અને પસંદ કરેલ પોલીસી અને મેડીક્લેમ વિચારપૂર્વક અભ્યાસ કરીને લેવા જેથી સમ્પૂર્ણ સુરક્ષિત રહેવાય.

                       31.            અઢળક કમાવો અને અઢળક દાન કરો.

                       32.            ધનવાન થવા માટે જે ધનવાન છે તેમની સોચ-વિચારસરણી કેવી છે તે જાણો અને અનુસરો.

                       33.            નકારાત્મક ના વિચારો જેમકે હું અસફળ થઈશ તો, વધુ કામ કરીશ તો લોકો પૈસા કમાવવાની ધૂન માટે તાના-મહેણાં મારશે, વધુ પૈસા કમાઇશ તો વધુ ટેક્સ આપવો પડશે, વકીલ રાખવો પડશે, દાન માટે માંગણીઓ આવશે, મારે ત્યાં ચોરી થશે વગેરે વિચારો.

                       34.            તમારાં ધ્યેયમાં જે મિત્રો, સગાં કે વડીલ તમારી સાથે સંમત ના હોય તેમને તમારાં કાર્યમાં સામેલ ના કરો.

                       35.            ધનવાનોનો પરિચય થાય તે માટે રસ્તા શોધી કાઢો, જેમ કે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ જેવી ક્લબો કે જ્યાં ધનવાનો ભેગા થતાં હોય, તેવી ક્લબોના સભ્ય બનો. તેમની સંગત વધારો પરિચય કેળવો. તેમની પાસેથી મહત્મ શીખો.

                       36.            પૈસાનો વ્યવહાર તમારાં હાથમાં રાખો.

                       37.            જરૂર પડ્યે નાણાકીય સલાહકાર રાખો.

                       38.            નાની અને ક્ષુલ્લક બાબતોમાં, બિનઉપયોગી કે અલ્પઉપયોગી કાર્યોમાં તમારો કિંમતી સમય ના બગડો.

                       39.            યાદ રાખો કે ધનવાનોને ફરિયાદ કરવાની કુટેવ હોતી નથી અને તેઓ રોદડા રોતાં નથી.

                       40.            વધારે વ્યાજ માટે સતર્ક રહો. વિવિધ પ્રકારના રોકાણોના વિકલ્પોનો અભ્યાસ કરી જરૂર પડે તો નિષ્ણાંત અનુભવીની સલાહ મુજબ રોકાણ કરો.

                       41.            ધનવાનોની ઈર્ષા ના કરશો, તેવા વલણથી તમે હમેશાં ગરીબ જ રહેશો. તેથી તમે ધનવાન લોકોને નફરત નહી પણ આદરથી જુઓ.

                       42.            સસ્તું મળે તેથી વધુ ખરીદી લેવાની ટેવ ના રાખો, જરૂર હોય તે સારી ગુણવત્તાવાળું - Best જ ખરીદો, પછી તે ભલે મોંઘુ હોય.

                       43.            તમે તમારી સમસ્યાઓથી ભાગો નહીં, પણ તેટલાં સક્ષમ થાઓ કે સમસ્યા નાની થઇ જાય અને તમે મોટા થઇ જાઓ. પડકાર રૂપી પથરાઓને પ્રગતિની સીડી બનાવી દો (જેમ કે નરેન્દ્ર મોદી PM of India). વધુ આત્મવિશ્વાસુ બનશો તો સમસ્યા દુર થઇ જશે.

                       44.            પૈસો સેવકરૂપે ઉન્નત થાય છે પણ તેને માલિક નાં બનાવો. તેને ગુલામ બનાવો કારણકે પૈસા માણસ માટે છે, માણસ પૈસા માટે નથી.બાકી તો સૌ જાણેજ છે કે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે. કશું સાથે જતું નથી શિવાય કે સત્કર્મો. તેથી આ સત્ય સમજો અને જીવનમાં ઉદાર બનો.

                       45.            ધન કમાતા શીખો અને બચત પણ કરો, પણ સંચય/કંજુસાઈ ના કરો.
 


Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top