OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

વૃદ્ધવસ્થા અને મૃત્યુ


 

વૃદ્ધવસ્થા અને મૃત્યુ

 1. મૃત્યુ એ જીવનનાં બધાં દુઃખોનો અંત છે.

 2. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તેને ટાળવું અશક્ય છે.

 3. જન્મ અને મૃત્યુ આપણા હાથની વાત નથી.

 4. આપણે જાણીએ જ છીએ કે દરેક વસ્તુ નાશવંત છે. કોઈપણ સર્જનનું વિસર્જન થાય છે જ, તો શા માટે મૃત્યુનાં ભયથી ફ્ફ્ડવું?

 5. કારણ એ છે કે 80 વર્ષનો વૃધ્ધ પણ મૃત્યુને સ્વીકારી શકતો નથી. તેને એવું લાગે છે કે હજીયે ઘણું જોવાનું અને માણવાનું બાકી રહી ગયું છે. જે સમય પસાર થઈ ગયો છે તેનાથી આપણને સંતોષ નથી.

 6. કદી મોહવશ થવું નહીં, મોહ/Attachment નાં કારણેજ મૃત્યુનો ડર લાગે છે.

 7. બધું છોડીને જવાનું છે તેમ છતાં સંગ્રહ કરવાનું ખૂટતું નથી.

 8. સંબંધોમાં પણ વધુપડતી લાગણીશીલતા કેળવવી નહીં.

 9. મૃત્યુ તેનાં સમયેજ આવે છે, તે વાસ્તવિકતાને સ્વીકારો.

 10. મૃત્યુ નિશ્ચિત છે તેથી તેનો ભય રાખવાનો નથી, પણ મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારીને જીવવાનું છે. પ્રવૃત્તિમાંથી વૃત્તિને નામશેષ કરીને આગળ વધવાનું છે.

 11. મૃત્યુનાં આગમનનો સમય નિશ્ચિત નથી, તેથી આપણી પાસે જે સમય છે તેનો સદુપયોગ કરવો જોઈએ.

 12. આપણે કેટલું જીવ્યા એ કરતા કેવીરીતે જીવ્યા તે મહત્વનું છે. બીજાઓ માટે આપણે કેવીરીતે જીવ્યા તે અતિમહત્વનું છે.

 13. મર્યા પછી જો એવું કહેવાય કે એ ખુબ સારો માણસ હતો તો જીવ્યું સાર્થક થયું ગણાય.

 14. માણસ અમર નથી પણ તેનાં કર્મો અમર છે.

 15. જીવનનું અંતિમ લક્ષ્ય પૈસો અને પ્રતિષ્ઠા નથી.

 16. જીવનમાં એટલાં વ્યસ્ત રહો કે મૃત્યુનો વિચાર પણ ના આવે.

 17. જયારે મન ખાલીપો અનુભવે ત્યારે હંમેશા હકારાત્મક વિચારો કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને આપણી સફળતા માટેનાં સંકલ્પો કરવા જોઈએ. આ શક્ય બનશે તો આપણને કદી મૃત્યુનો વિચાર પણ આવશે નહીં.

 18. જીવન પ્રભુએ આપ્યું છે તેને મૃત્યુથી પાછું આપવાનું છે.

 19. હસતાં હસતાં મૃત્યુને સ્વીકારી લેનાર જ જીવન જીવી જાણે છે.

 20. મૃત્યુને સહજતાથી સ્વીકારી લેવું, મૃત્યુ આવે ત્યારે રડતાંકકળતાં, ભયભીત થઈ ઈશ્વર પાસે જીવન માટે કાકલુદી કરવી નહીં.

 21. મનની શાંતિ મેળવવા

 22. આપણું કાર્યક્ષેત્ર નક્કી કરવું.

 23. જે કંઇ કામ કરીએ તે માટે કોઈપણ અપેક્ષા રાખવી જોઈએ નહીં.

 24. કાર્યની પૂર્ણતા એ જ સંતોષ. સફળતા કે નિષ્ફળતા ગૌણ બાબત છે.

 25. આપણો સમય નિશ્ચિત છે. આપણે તે સમયને કદી વધારી શકતા નથી એટલે કદીપણ એ સમયને વધારવાનો ખોટો પ્રયાસ કરવો જોઈએ નહીં.

 26. આરોગ્ય શ્રેષ્ઠ રાખશો તો પાછલી જીંદગી અને મૃત્યુ પણ સુખમય થશે. આરોગ્યના રક્ષણ અને વર્ધન માટે અગમચેતીનાં પગલાં લો. માંદા પડાય જ નહીં તે માટે સર્વાંગી સ્વાસ્થ્ય સંકલ્પોને સમજો. વ્યસનમુક્ત રહો.

 27. મનગમતું સમાજસેવાનું કામ કરો. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તન, મન અને ધનથી દાન કરો.

 28. તન્દુરસ્તી માટે ઉદારતાથી ખર્ચ કરો. સાત્વિક ખોરાક લો. આનંદ-પ્રમોદ-મનોરંજન માટે મન મુકીને ખર્ચ કરી પાછલી જીંદગી માણતાં શીખો. કશું સાથે આવવાનું નથી. બેંકમાં ભેગા કરેલા પૈસા બેંકમાં જ રહી જશે.

 29. અભિમાન છોડી બધાંને પ્રેમ કરો. Life is very short. ભુલ થયે માફી માંગો અને માફી આપો. કદી વિવાદ ના કરો પણ સ્નેહપૂર્વક સંવાદ કરો. હમેશાં હકારાત્મક રહો, મજા કરો તેથી માનસિક સ્વાસ્થ્ય સુધરશે.

 30. દર વર્ષે  મેડીકલ ચેકઅપ કરવો.

 31. જીંદગીનો અચાનક અંત આવી શકે તેથી ન્યાયિક વસિયતનામું કરી રાખો.

 32. ઈચ્છા મૃત્યુ સ્વીકારો, મૃત્યુ એ શોકની નહીં પણ આનંદની ઘટના છે. એનો ઉત્સવ થવો જોઈએ.

 33. જેટલું જીવન સ્વાસ્થ્યમય, હાસ્યમય અને આનંદમય તેટલું મરણ મંગલમય. મૃત્યુને માણવા માનવતાને મહેકાવીને સ્વસ્થ્ય, સુખી જીવન જીવી જાણો.

 34. વૃદ્ધાવસ્થાને માણતાં શીખો.
   


મહામૃત્યુંજય મંત્ર
 

ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ,

ઉવારુકિમવ બંધના ન્મૃત્યોમૃક્ષીય માંમૃતમ,

 

        શબ્દાઅર્થ

        ત્રણ નેત્રોવાળા પ્રભુનું પૂજન કરીયે છીએ, સુવાસિત, પરમશક્તિ અને સ્વાસ્થ આપનાર - કાકડીની જેમ બંધનમાંથી, મૃત્યુનાં બંધનમાંથી અમૃતને માટે મને મુક્ત કરો.

 

        અર્થાત

        પરમશક્તિ અને સ્વાસ્થ્યને આપનારા, ત્રણ નેત્રોવાળા, સુગંધીમય ભગવાન શ્રી શિવની હું પૂજા-આરાધના કરું છું. ભગવાન શિવ મારા પર કૃપા કરો. કાકડી પાકી જતા જેમ વેલામાંથી છુટી પડે છે, તેમ હે ભગવાન, કાળનાં બધાં બંધનમાંથી દુઃખ, આદિ-વ્યાધી અને મૃત્યુમાંથી મને મુક્તિ આપો અને મને અમૃતમય બનાવો.

 Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top