OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

રાજયોગ


 

 

રાજયોગ

A. સંસ્કાર

        1.      માતાપિતાથી સંસ્કાર
        2.      પૂર્વજન્મનાં સંસ્કાર
        3.      વાતાવરણથી સંસ્કાર
        4.      Will power થી સંસ્કાર
        5.      આત્માનાં Original સંસ્કાર
        
6.     સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, જ્ઞાન, શક્તિ, પવિત્રતા
-------------------------------------------------------------------------------------
આત્માનાં સાત બેજીક ગુણો 

1.       સુખ          Happiness     H

2.      શાંતિ         Peace          P

3.      પ્રેમ          Love           L

4.      આનંદ       Bliss            B

5.      જ્ઞાન         Knowledge     K

6.      પવિત્રતા     Purity          P

7.      શક્તિ        Power          P

= KP2LHBP

-------------------------------------------------------------------------------------------------------------

1.      સુખ - Yellow color અગ્નિતત્વ

        ભૂખ, પ્યાસ, આળસ, થાક, નિદ્રા
        પેટ, આંતરડા, આંખોની રોશની
        હલ્કાપન, ઉત્સાહ
        ડાયાબીટીસ
Pancreas

2.      શાંતિ નીલો કલર આકાશ તત્વ શાંત

        શ્રવણ શક્તિ, શ્વસન પ્રણાલી
        દમ, અસ્થમા,
PTH, Thyroids
        પાંચો વિકાર સમાપ્ત

 3.      પ્રેમ પોપટી કલર વાયુતત્વ શાંત

        હૃદય સક્રિય, Blockage removes
        લોહીમાં પ્રાણવાયું, વાયુવિકાર સમાપ્ત
        નિર્મોહી, મોહ સમાપ્ત

4.      આનંદ જામલી કલર અંતસ્ત્રાવ System ગુણો

        ભય, કામ, વાસના, ઈર્ષા, દ્વેષ, તનાવ

 5.      જ્ઞાન જામલી બુદ્ધિ, તિવ્ર

        મન, સંસ્કારો, અંતસ્ત્રાવ
        ધારણાશક્તિ
        પુરૂષાર્થ

6.      પવિત્રતા કેસરી જળતત્વ ભૌતિક

        શરીર, શુદ્ધ, સશકત, ક્રિયાશીલ
        વિસર્જન પ્રણાલી, કીડની
        બ્રહ્મચર્ય, સ્ફૂર્તિ, કાર્યક્ષમતા
        આયુ, Cancer Aids
        રોગ વિરોધક ક્ષમતા
        આળશ ઓછી

 7.      શક્તિ પૃથ્વી તત્વ

        માંસ, હાડકા, ચામડી, નખ, વાળ
        પુષ્ટ, Adrinal ગ્રંથી
 


5.4    કર્મોની ગતિ

 

        કર્મ હૈ તો ભોગના હૈ.

        મનુષ્યનો પુનર્જન્મ મનુષ્ય યોનીમાં જ થાય છે.

        ઉદાસી, આપઘાત, બીમારી, તનાવ, દુઃખ, દર્દ


 

 

5.5    કાળચક્ર

1.      સતયુગ       

        16 કળા, સમ્પૂર્ણ નિર્વિકારી સર્વગુણ સંપન્ન

        ચન્દ્ર્વંશી કર્મ અકર્મ

        8 જન્મ અકાળ મૃત્યુ નહીં

        કૃષ્ણ, સત્યનારાયણ

        125 વર્ષ

 

2.      ત્રેતાયુગ

        14 કળા

        ચન્દ્ર્વંશી

        12 જન્મ

        રામ

        100 વર્ષ

 

3.      દ્વાપરયુગ

        8 કળા

        21 જન્મ

        અકાળ મૃત્યુ  

        દાનપુણ્ય કર્મ

        અવ્યભિચારી

4.      કળિયુગ

        2 કળા

        કલેશ

        42 જન્મ

        અકાળ મૃત્યુ  

        પાપકર્મ

 


 

5.6    અષ્ટશક્તિ

 

1.      સહનશક્તિ ક્રોધ વગેરે

2.      પરખવાની શક્તિ મોહથી મુક્તિ, સમયસુચકતા

3.      નિર્ણય કરવાની શક્તિ અહંકાર પર વિજય

4.      સહયોગની શક્તિ

5.      સામનો કરવાની શક્તિ નિર્ભયતા, કામના પર વિજય

6.      વિસ્તારને સંકીર્ણ કરવાની શક્તિ Detechment

        અંતર્મુખતા લોભ પર વિજય

7.      સમાવવાની શક્તિ

8.      સમેટવાની શક્તિ


 

5.7    પ્રાર્થના

 

પ્રાર્થના કરો

    • પોતાનાં માટે,

    • કુટુંબ માટે,

    • મિત્રો માટે,

    • અજાણી વ્યક્તિઓ માટે,

    • જેને તમે ધિક્કારો છો તેનાં માટે

    • બીમારો માટે.

    • Wisdom માટે/સંસ્કાર માટે પ્રાર્થના કરો

    • ટેન્શન દુર કરવામાટે માટે પ્રાર્થના કરો

    • સુખ માટે પ્રાર્થના કરો

    • શાંતિ માટે પ્રાર્થના કરો માનસિક શાંતિ

    • Health માટે પ્રાર્થના કરો

    • Blessing માટે પ્રાર્થના કરો

    • સાચા મનથી અને અંત:કરણ પૂર્વક કરેલી પ્રાર્થના ફળે છે.

    • પ્રાર્થનાથી સ્મરણશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.

    • પ્રાર્થનાથી અસ્થિર મન સ્થિર થાય છે.

    • પ્રાર્થનાથી શરીરમાં શક્તિ પ્રસરે છે.

    • પ્રાર્થનાથી વિનમ્રતા આવે છે, સદભાવના વધે છે.

    • પ્રાર્થનાથી પડકારોનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.

    • પ્રાર્થનાથી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે.

    • પ્રાર્થનાથી સહનશીલતા, ધીરજ, પ્રેમ જેવાં ગુણો વિકસે છે.

    • પ્રાર્થનાથી તન અને મન શાંત થાય છે.

       

 

 

 

 

 

 

 

 

 

        પ્રાર્થનામાં પ્રભુ પાસે માંગણીઓ

 

હે પ્રભુ,

 

    • મને એટલી શક્તિ આપ કે હું લોકોને કંઇક આપી શકું.

    • મને એટલી શક્તિ આપ કે હું અચ્છાઈ અને બુરાઈને સમજીને મારા જીવનની પ્રત્યેક ક્ષણ સારાઈનીછાપ છોડી જવા ઈચ્છું છું.

    • બીજાઓ સાથે પ્રેમભાવથી જીવવાની શક્તિ આપો.

    • મારી જીભ દુઃખી અને આંસુ સરતા લોકોને સાંત્વના આપી શકે.

    • હું નિરાશ અને અસફળ લોકોને સફળતા માટે પ્રોત્સાહિત કરી શકું.

    • ગરીબ અને બીમારોની સેવા કરી શકું.

    • મારાં ઘરમાં જે કોઈ આવે, તો ભૂખ્યો-તરસ્યો પાછા ના જાય.

    • હું કાબેલ બની શકું કે દેશ દુનિયાને કામ આવી શકું.

    • કોઈની સામે હાથ ના ફેલાવું.


 

5.8    યોગ

 

માનવ શરીરને સ્વસ્થ રાખવા યોગ જરૂરી છે. યોગ અને પ્રાણાયામના અભ્યાસથી શરીરનાં બધા તંત્રો અને પ્રક્રિયાઓ વધુ સારી રીતે કામ કરે છે. યોગ અને ધ્યાન દ્વારા મનને કેન્દ્રિત કરી શકાય છે. મનને શાંત કરી શકાય છે.બધી ઇન્દ્રીઓને જીતી શકાય છે. યોગથી શરીર અને મન બન્ને પાવરફુલ બને છે. સદા આનંદિત રહેવાય છે.

 

યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે. રોગ નિવારણ પણ શક્ય બને છે. શરીરમાં રોગને આવતાં પહેલાજ રોકી શકાય છે. શરીરમાં હળવાશ અને સ્ફૂર્તિ, મનની પ્રસન્નતા, ચિત્તની શાંતિ, ભૂખનો ઉઘાડ, ખુલાસાબંધ હાજત અને પ્રગાઢ નિંદ્રા અનુભવાય છે.

        યોગથી તામસી અને રજોગુણોનો નાશ થાય છે અને સતગુણોનો વિકાસ થાય છે.

 

        યોગના પ્રકાર

1.      હઠ યોગ

2.      જ્ઞાન યોગ

3.      ભક્તિ યોગ

4.      કર્મ યોગ

5.      લય યોગ

6.      જય યોગ

7.      ધ્યાન યોગ

8.      રાજ યોગ.

 

        આ બધામાં સૌ માનવ માટે પંતજલિ ઋષિ રચિત રાજયોગ સૌથી Powerful છે.


 

 

5.8    રાજયોગ

        રાજયોગના 8 નિયમો

 

1.      યમ ખરાબ કામો નાં કરવા

        વિરક્ત રહેવું, જુઠું નાં બોલવું, ચોરી ના કરવી, સંયમ રાખવો, લોભ ના કરવો

2.      નિયમ આચારોનું પાલન કરવું

        પવિત્રતા

        સંતોષ

        સંયમ

        પ્રભુ પ્રત્યે સમર્પણભાવ

        ધર્મગ્રંથો વાંચવા

3.      આસન શરીરનું નિયમન કરવું

4.      પ્રાણાયામ શ્વાસનું નિયમન કરવું

5.      ધારણા એકાગ્રતા રાખવી

6.      પ્રત્યાદાર ઇન્દ્રિયોના સુખોથી મનને વિમુખ રાખવું.

7.      ધ્યાન ચિંતન કરવું

8.      સમાધિ આત્મામાં વિલન થવું.

 

        રાજયોગના 8 નિયમો

 

1.      યમ સદાચારી નીતિમય જીવન જીવવું, અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ના કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

2.      નિયમ પાંચ નિયમો પાળવા

1.  શોંચ શરીરની અંતર અને બાહ્ય રીતે શુધ્ધિ જે નેતિ, ધોતી, નૌલી, બસ્તી અને કપાલભાતિ એ પાંચ પ્રકારની ક્રિયા વડે કરવી.

2.  સંતોષ સદા સંતોષી રહેવું.

3.  સ્વાધ્યાય શિષ્ટવાંચન દરરોજ કરવું.

4.  તપ વૃત અને ઉપવાસથી શરીરને આરામ આપવો. મંત્ર-જપ અને નિસ્વાર્થ સેવા-તપ.

5.  ઈશ્વર પ્રાણીધાન જે કઈ કરીએ તે બધું પ્રભુને ખાતર અને પ્રભુની સેવામાં સમર્પિત કરવાની ભાવના.

3.      આસન

        કુલ 84 લાખ આસનોમાંથી 84 જાણવા જેવા 11 રોજ કરવાં જેવા.

4.      પ્રાણાયામ

        પ્રાણાયામ કરવાથી ફેફસામાં આવેલી કરોડો જાળીઓ વધુ ચેતનવંતી બની પ્રાણવાયું પચાવી લોહીને પૂરેપૂરું શુધ્ધ કરે છે. કોષોને નવજીવન પ્રાપ્ત થાય છે. અબજો કોશો ચેતનમય બનતાં યુવાની જળવાય છે.

5.      પ્રત્યાહાર

        મન તથા ઇન્દ્રિયોના સુખથી મનને વિમુખ રાખવું.

6.      ધારણા

        ધારણા થકી ધ્યાનમાં જવાય છે. ધ્યાન એ સ્થિતિ છે. ધ્યાનથી મન શાંત થાય છે, કુંડલીની જાગૃતિ થાય છે.

7.      સમાધિ

        ધ્યાન પૂર્ણ બને ત્યારે સમાધિનો અનુભવ થાય છે. સમાધિમાંઆત્મા પરમાત્મા સાથે એકરૂપ થાય છે. પૂર્ણ આનંદનો અનુભવ થાય છે. પૂર્ણશાંતિનો અનુભવ થાય છે.


 

 

મુખ્ય આસનો

1.      સૂર્યનમસ્કાર

2.      સર્વાગાસન

3.      હલાસન

4.      પશ્ચીમોતાનાસન

5.      ભુજંગાસન

6.      શલભાસન

7.      ધનુરાસન

8.      પવનમુક્તાસન

9.      મયુરાસન

10.     પક્ષાસન

11.     શવાસન

 

યોગાસનના નિયમો

 

1.      સવારે શોચાદી ક્રિયા પતાવી વહેલી સવારે હવા ઉજાસવાળી ખુલ્લી હવામાં નિયમિત કરવાં.

2.      ઉચાટભર્યું મન રાખ્યા વગર શાંતિથી કરવાં.

3.      શ્વાસોસ્વાસના સાક્ષી બની રહેવું.

4.      એક આસન કર્યા પછી થોડો વિશ્રામ કરવો.

5.      સ્વચ્છ, ઢીલાં અને હળવા કપડાં પહેરવા.

6.      શેતરંજી પર ધાબળો પાથરી સંતુલિત જગ્યા પર કરવા.

7.      બળજબરીથી આંખ, કાન કે શ્વાસોસ્વાસમાં દબાણ આવે તે રીતે કે ચહેરાની માંસપેશીઓ ખેંચાય તેવી રીતે ન કરવા.

8.      ચશ્માં કે ઘરેણા ના પહેરવા

9.      આસનો લયબધ્ધ આંચકા કે થાક્યા વગર કરવાં, શરીરને ઓછા શ્રમથી કરવાં

10.     વાતચીત કરવી નહીં.

11.     આંખો બંધ કરીને કરવા.

12.     હળવા કે ખાલી પેટે કરવા.

13.     ભરપુર ભોજનનાં 5 કલાક પછી, નાસ્તાનાં 3 કલાક પછી આસન કરી શકાય, આસન કર્યા પછી 1 કલાક બાદ ભોજન લઇ શકાય.

14.     બધા આસનો કર્યા પછી 10 મિનીટ શવાસન કરવું.

 

 

        ધ્યાનના ફાયદા

1.      ધ્યાનથી Positive વિચારો આવે છે.

2.      ધ્યાનથી મન Creative થાય છે.

3.      ચિંતા, ટેન્શન ઘટે છે.

4.      એકાગ્રતા વધે છે.

5.      BP ઘટે છે, કોલેસ્ટેરોલ ઘટે છે.

6.      બીમારી જલ્દી માટી જાય છે.

7.      સંધિવા/પીઠના/કમરનાં દર્દમાં સુધારો થાય છે.

8.      સહનશક્તિમાં વધારો થાય છે.

9.      શ્વાસોચ્સ્વાસનો દર ઘટે છે.

10.     ડાયાબીટીસ Control થાય છે.

11.     બૌધિક ક્ષમતા વધે છે.

 


 

5.9    આધ્યાત્મિકતા Spirituality

 

1.      દરેકને આત્મા તરીકે ઓળખો.

2.      દેહ અને દેહ્ધારીઓથી લગાવ ના કરો. Detach રહો, નષ્ટામોહા બનો.

3.      દરેક સારા/ખરાબ સમયમાં ભગવાન પર/પરમશક્તિ પર વિશ્વાસ રાખો. ભગવાન હંમેશા તમારી સાથે છે.

4.      જીવન એક નાટક છે અને તેમાં તમારે તમારો ભાગ ભજવવાનો છે ભલે તે સારો હોય કે ખરાબ, દરેક આત્મા પોતપોતાની રીતે ભાગ ભજવે છે, તેમાં કોઈનો દોષ નથી દરેકનાં રોલ અલગ છે. Do not compare each other.

5.      આપણે બધાં ઋણોનાંબંધનથી મળ્યાં છીએ. એકબીજાનો Account બાકી છે, માટે લાગણીનાં બંધનોથી, કુટુંબના બંધનોથી Detach રહો. જે જેવા છે તેવા સ્વીકારી લો, ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાનું છે.

6.      ભગવાને મારી યશાશક્તિ મુજબ ઘણું આપ્યું છે અને આપશે, માટે જે આપ્યું છે તેનો આભાર માનો, ખુશ રહો Be gratitude. જે નથી આપ્યું તેને મન પર ના લો, જે છે તેને માણો, Enjoy કરો
Life is very short

7.      ભગવાનને પ્રાથના કરો ત્યારે ફક્ત શક્તિઓ માંગો, બીજું કશું નહીં, ભગવાન કોઈને દુઃખ કે સુખ આપતા નથી, દુઃખ કે સુખ તો આપણા પોતાના જ આ જન્મનાં કે પૂર્વજન્મનાં કર્મોનું ફળ છે.

8.      તમે જે પરિસ્થિતિને બદલી નથી શકતા તેની ચિંતા ના કરો, ભગવાન પર છોડી દો, બધું સારું થશે.

9.      ખરાબ પરિસ્થિતિને કર્મોનું ફળ માનીને accept કરો.

10.     રોજ સવારે જાતે ઉઠી શકો , નહાવા જઈ શકો, બાથરૂમ જઈ શકો તો પ્રભુનો ઘણો આભાર માનો.

11.     તમને જીવનમાં મળેલી દરેક વસ્તુનો ભગવાન પાસે આભાર માનો Count your Blessing.

12.     ભગવાને તમને કેટલું બધું આપ્યું છે જે બીજા ઘણાં લોકો પાસે નથી.

13.     આધ્યાત્મિકતાને જીવનમાં સ્થાન આપો, દરેકને Positive Vibration આપો.
શુભ ભાવના શુભ કામના.

14.     બધાં ધર્મ સારા છે. પરમાત્મા ફક્ત એક જ છે.

15.     તકલીફો તો આવશે જ પરંતુ ભગવાન તમને તેને આરામથી સામનો કરવાની શક્તિ આપશે.

16.     મને જે મળ્યું છે તે મારાં જ કર્મોનું ફળ છે, તેમાં બીજા કોઈ જવાબદાર નથી, માટે જૂની ચીજો ભૂલી જઈ નવા સારા કાર્યો કરો. પુણ્યના કાર્યો કરો, જે ભોગવવાનું છે તે ભોગવી Account Clear કરો. હિસાબ ચૂકતે કરો.

17.     મૃત્યુથી ડરવું નહીં, આત્મા મરતો નથી, મૃત્યુ તો બધી જ વેદના અને દુઃખોનો અંત છે.

 

 

 

5.10 વૃદ્ધવસ્થા અને મૃત્યુ

 

  1. મૃત્યુ એ જીવનનાં બધાં દુઃખોનો અંત છે.

  2. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તેને ટાળવું અશક્ય છે.

  3. જન્મ અને મૃત્યુ આપણા હાથની વાત નથી.

  4. આપણે જાણીએ જ છીએ કે દરેક વસ્તુ નાશવંત છે. કોઈપણ સર્જનનું વિસર્જન થાય છે જ, તો શા માટે મૃત્યુનાં ભયથી ફ્ફ્ડવું?

  5. કારણ એ છે કે 80 વર્ષનો વૃધ્ધ પણ મૃત્યુને સ્વીકારી શકતો નથી. તેને એવું લાગે છે કે હજીયે ઘણું જોવાનું અને માણવાનું બાકી રહી ગયું છે. જે સમય પસાર થઈ ગયો છે તેનાથી આપણને સંતોષ નથી.

  6. કદી મોહવશ થવું નહીં, મોહ/Attachment નાં કારણેજ મૃત્યુનો ડર લાગે છે.

  7. બધું છોડીને જવાનું છે તેમ છતાં સંગ્રહ કરવાનું ખૂટતું નથી.

  8. સંબંધોમાં પણ વધુપડતી લાગણીશીલતા કેળવવી નહીં.

  9. મૃત્યુ તેનાં સમયેજ આવે છે, તે વાસ્તવિકતાને સ્વીકારો.

  10. મૃત્યુ નિશ્ચિત છે તેથી તેનો ભય રાખવાનો નથી, પણ મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારીને જીવવાનું છે. પ્રવૃત્તિમાંથી વૃત્તિને નામશેષ કરીને આગળ વધવાનું છે.

  11. મૃત્યુનાં આગમનનો સમય નિશ્ચિત નથી, તેથી આપણી પાસે જે સમય છે તેનો સદુપયોગ કરવો જોઈએ.

  12. આપણે કેટલું જીવ્યા એ કરતા કેવીરીતે જીવ્યા તે મહત્વનું છે. બીજાઓ માટે આપણે કેવીરીતે જીવ્યા તે અતિમહત્વનું છે.

  13. મર્યા પછી જો એવું કહેવાય કે એ ખુબ સારો માણસ હતો તો જીવ્યું સાર્થક થયું ગણાય.

  14. માણસ અમર નથી પણ તેનાં કર્મો અમર છે.

  15. જીવનનું અંતિમ લક્ષ્ય પૈસો અને પ્રતિષ્ઠા નથી.

  16. જીવનમાં એટલાં વ્યસ્ત રહો કે મૃત્યુનો વિચાર પણ ના આવે.

  17. જયારે મન ખાલીપો અનુભવે ત્યારે હંમેશા હકારાત્મક વિચારો કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને આપણી સફળતા માટેનાં સંકલ્પો કરવા જોઈએ. આ શક્ય બનશે તો આપણને કદી મૃત્યુનો વિચાર પણ આવશે નહીં.

  18. જીવન પ્રભુએ આપ્યું છે તેને મૃત્યુથી પાછું આપવાનું છે.

  19. હસતાં હસતાં મૃત્યુને સ્વીકારી લેનાર જ જીવન જીવી જાણે છે.

  20. મૃત્યુને સહજતાથી સ્વીકારી લેવું, મૃત્યુ આવે ત્યારે રડતાંકકળતાં, ભયભીત થઈ ઈશ્વર પાસે જીવન માટે કાકલુદી કરવી નહીં.

  21. મનની શાંતિ મેળવવા

  22. આપણું કાર્યક્ષેત્ર નક્કી કરવું.

  23. જે કંઇ કામ કરીએ તે માટે કોઈપણ અપેક્ષા રાખવી જોઈએ નહીં.

  24. કાર્યની પૂર્ણતા એ જ સંતોષ. સફળતા કે નિષ્ફળતા ગૌણ બાબત છે.

  25. આપણો સમય નિશ્ચિત છે. આપણે તે સમયને કદી વધારી શકતા નથી એટલે કદીપણ એ સમયને વધારવાનો ખોટો પ્રયાસ કરવો જોઈએ નહીં.

  26. આરોગ્ય શ્રેષ્ઠ રાખશો તો પાછલી જીંદગી અને મૃત્યુ પણ સુખમય થશે. આરોગ્યના રક્ષણ અને વર્ધન માટે અગમચેતીનાં પગલાં લો. માંદા પડાય જ નહીં તે માટે સર્વાંગી સ્વાસ્થ્ય સંકલ્પોને સમજો. વ્યસનમુક્ત રહો.

  27. મનગમતું સમાજસેવાનું કામ કરો. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તન, મન અને ધનથી દાન કરો.

  28. તન્દુરસ્તી માટે ઉદારતાથી ખર્ચ કરો. સાત્વિક ખોરાક લો. આનંદ-પ્રમોદ-મનોરંજન માટે મન મુકીને ખર્ચ કરી પાછલી જીંદગી માણતાં શીખો. કશું સાથે આવવાનું નથી. બેંકમાં ભેગા કરેલા પૈસા બેંકમાં જ રહી જશે.

  29. અભિમાન છોડી બધાંને પ્રેમ કરો. Life is very short. ભુલ થયે માફી માંગો અને માફી આપો. કદી વિવાદ ના કરો પણ સ્નેહપૂર્વક સંવાદ કરો. હમેશાં હકારાત્મક રહો, મજા કરો તેથી માનસિક સ્વાસ્થ્ય સુધરશે.

  30. દર વર્ષે  મેડીકલ ચેકઅપ કરવો.

  31. જીંદગીનો અચાનક અંત આવી શકે તેથી ન્યાયિક વસિયતનામું કરી રાખો.

  32. ઈચ્છા મૃત્યુ સ્વીકારો, મૃત્યુ એ શોકની નહીં પણ આનંદની ઘટના છે. એનો ઉત્સવ થવો જોઈએ.

  33. જેટલું જીવન સ્વાસ્થ્યમય, હાસ્યમય અને આનંદમય તેટલું મરણ મંગલમય. મૃત્યુને માણવા માનવતાને મહેકાવીને સ્વસ્થ્ય, સુખી જીવન જીવી જાણો.

  34. વૃદ્ધાવસ્થાને માણતાં શીખો.


 

 

મહામૃત્યુંજય મંત્ર

 

ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ,

ઉવારુકિમવ બંધના ન્મૃત્યોમૃક્ષીય માંમૃતમ,

 

        શબ્દાઅર્થ

        ત્રણ નેત્રોવાળા પ્રભુનું પૂજન કરીયે છીએ, સુવાસિત, પરમશક્તિ અને સ્વાસ્થ આપનાર - કાકડીની જેમ બંધનમાંથી, મૃત્યુનાં બંધનમાંથી અમૃતને માટે મને મુક્ત કરો.

 

        અર્થાત

        પરમશક્તિ અને સ્વાસ્થ્યને આપનારા, ત્રણ નેત્રોવાળા, સુગંધીમય ભગવાન શ્રી શિવની હું પૂજા-આરાધના કરું છું. ભગવાન શિવ મારા પર કૃપા કરો. કાકડી પાકી જતા જેમ વેલામાંથી છુટી પડે છે, તેમ હે ભગવાન, કાળનાં બધાં બંધનમાંથી દુઃખ, આદિ-વ્યાધી અને મૃત્યુમાંથી મને મુક્તિ આપો અને મને અમૃતમય બનાવો.

 

પાંચ મહાભૂતનાં તત્વો

 
પાંચ મહાભૂત
(1) આકાશ 
(2) વાયુ 
(3) અગ્નિ 
(4) જળ 
(5) પૃથ્વી
 
આ પાંચ મહાભૂત વિશે આપણે સૌ જાણીએ છીએ પણ તેમના પાંચ-પાંચ તત્વો વિશે ક્યારેક જ જાણવા મળતું હોય છે. આ શરીર ને સમજવા માટે તેના તત્વોનું જ્ઞાન આવશ્યક છે. આપણા શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે, અને દ્રવીભૂત જેટલો ભાગ છે તે જળનો છે, જેટલો ઉષ્ણ ભાગ છે તે અગ્નિ છે, ચાલવું-હલવું વાયુથી થાય છે માટે તે ક્રિયામાન વાયુનો ભાગ છે, અને શરીરમાં પોલાણ છે તે આકાશનો ભાગ છે. 
 
 

પાંચ મહાભૂતનાં તત્વો
આકાશનાં
1) કામ 
2) ક્રોધ
3) શોક
4) મોહ
5) ભય
 
વાયુનાં
1) ચલન
2) વલન
3) ધાવન
4) પ્રસારણ
5) આકુંચન
 
અગ્નિનાં
1) ક્ષુધા
2) તૃષા
3) આલસ્ય
4) નિદ્રા
5) કાંતિ
 
જળનાં
1) શુક્ર
2) શોણિત
3) લાલા
4) મૂત્ર
5) સ્વેદ
 
પૃથ્વીનાં
1) અસ્થિ
2) માંસ
3) ત્વચા
4) નાડી
5) રોમ
 



 

 

 

 

 

 



Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top