OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

આધ્યાત્મિકતા Spirituality


 

આધ્યાત્મિકતા Spirituality

1.      દરેકને આત્મા તરીકે ઓળખો.

2.      દેહ અને દેહ્ધારીઓથી લગાવ ના કરો. Detach રહો, નષ્ટામોહા બનો.

3.      દરેક સારા/ખરાબ સમયમાં ભગવાન પર/પરમશક્તિ પર વિશ્વાસ રાખો. ભગવાન હંમેશા તમારી સાથે છે.

4.      જીવન એક નાટક છે અને તેમાં તમારે તમારો ભાગ ભજવવાનો છે ભલે તે સારો હોય કે ખરાબ, દરેક આત્મા પોતપોતાની રીતે ભાગ ભજવે છે, તેમાં કોઈનો દોષ નથી દરેકનાં રોલ અલગ છે. Do not compare each other.

5.      આપણે બધાં ઋણોનાંબંધનથી મળ્યાં છીએ. એકબીજાનો Account બાકી છે, માટે લાગણીનાં બંધનોથી, કુટુંબના બંધનોથી Detach રહો. જે જેવા છે તેવા સ્વીકારી લો, ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાનું છે.

6.      ભગવાને મારી યશાશક્તિ મુજબ ઘણું આપ્યું છે અને આપશે, માટે જે આપ્યું છે તેનો આભાર માનો, ખુશ રહો Be gratitude. જે નથી આપ્યું તેને મન પર ના લો, જે છે તેને માણો, Enjoy કરો
Life is very short

7.      ભગવાનને પ્રાથના કરો ત્યારે ફક્ત શક્તિઓ માંગો, બીજું કશું નહીં, ભગવાન કોઈને દુઃખ કે સુખ આપતા નથી, દુઃખ કે સુખ તો આપણા પોતાના જ આ જન્મનાં કે પૂર્વજન્મનાં કર્મોનું ફળ છે.

8.      તમે જે પરિસ્થિતિને બદલી નથી શકતા તેની ચિંતા ના કરો, ભગવાન પર છોડી દો, બધું સારું થશે.

9.      ખરાબ પરિસ્થિતિને કર્મોનું ફળ માનીને accept કરો.

10.     રોજ સવારે જાતે ઉઠી શકો , નહાવા જઈ શકો, બાથરૂમ જઈ શકો તો પ્રભુનો ઘણો આભાર માનો.

11.     તમને જીવનમાં મળેલી દરેક વસ્તુનો ભગવાન પાસે આભાર માનો Count your Blessing.

12.     ભગવાને તમને કેટલું બધું આપ્યું છે જે બીજા ઘણાં લોકો પાસે નથી.

13.     આધ્યાત્મિકતાને જીવનમાં સ્થાન આપો, દરેકને Positive Vibration આપો.
શુભ ભાવના શુભ કામના.

14.     બધાં ધર્મ સારા છે. પરમાત્મા ફક્ત એક જ છે.

15.     તકલીફો તો આવશે જ પરંતુ ભગવાન તમને તેને આરામથી સામનો કરવાની શક્તિ આપશે.

16.     મને જે મળ્યું છે તે મારાં જ કર્મોનું ફળ છે, તેમાં બીજા કોઈ જવાબદાર નથી, માટે જૂની ચીજો ભૂલી જઈ નવા સારા કાર્યો કરો. પુણ્યના કાર્યો કરો, જે ભોગવવાનું છે તે ભોગવી Account Clear કરો. હિસાબ ચૂકતે કરો.

17.     મૃત્યુથી ડરવું નહીં, આત્મા મરતો નથી, મૃત્યુ તો બધી જ વેદના અને દુઃખોનો અંત છે.

 



Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top