OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

યોગ


 

યોગ

માનવ શરીરને સ્વસ્થ રાખવા યોગ જરૂરી છે. યોગ અને પ્રાણાયામના અભ્યાસથી શરીરનાં બધા તંત્રો અને પ્રક્રિયાઓ વધુ સારી રીતે કામ કરે છે. યોગ અને ધ્યાન દ્વારા મનને કેન્દ્રિત કરી શકાય છે. મનને શાંત કરી શકાય છે.બધી ઇન્દ્રીઓને જીતી શકાય છે. યોગથી શરીર અને મન બન્ને પાવરફુલ બને છે. સદા આનંદિત રહેવાય છે.

 

યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે. રોગ નિવારણ પણ શક્ય બને છે. શરીરમાં રોગને આવતાં પહેલાજ રોકી શકાય છે. શરીરમાં હળવાશ અને સ્ફૂર્તિ, મનની પ્રસન્નતા, ચિત્તની શાંતિ, ભૂખનો ઉઘાડ, ખુલાસાબંધ હાજત અને પ્રગાઢ નિંદ્રા અનુભવાય છે.

        યોગથી તામસી અને રજોગુણોનો નાશ થાય છે અને સતગુણોનો વિકાસ થાય છે.


યોગના પ્રકાર

1.      હઠ યોગ

2.      જ્ઞાન યોગ

3.      ભક્તિ યોગ

4.      કર્મ યોગ

5.      લય યોગ

6.      જય યોગ

7.      ધ્યાન યોગ

8.      રાજ યોગ.

આ બધામાં સૌ માનવ માટે પંતજલિ ઋષિ રચિત રાજયોગ સૌથી Powerful છે.

 -------------------------------------------------------------------------------------

રાજયોગ

        રાજયોગના 8 નિયમો

 1.  યમ ખરાબ કામો નાં કરવા

વિરક્ત રહેવું, જુઠું નાં બોલવું, ચોરી ના કરવી, સંયમ રાખવો, લોભ ના કરવો
સદાચારી નીતિમય જીવન જીવવું, અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ના કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

2.  નિયમ આચારોનું પાલન કરવું

    
પાંચ નિયમો પાળવા

1.  શોંચ શરીરની અંતર અને બાહ્ય રીતે શુધ્ધિ જે નેતિ, ધોતી, નૌલી, બસ્તી અને કપાલભાતિ એ પાંચ પ્રકારની ક્રિયા વડે કરવી.

2.  સંતોષ સદા સંતોષી રહેવું.

3.  સ્વાધ્યાય શિષ્ટવાંચન દરરોજ કરવું.

4.  તપ વૃત અને ઉપવાસથી શરીરને આરામ આપવો. મંત્ર-જપ અને નિસ્વાર્થ સેવા-તપ.

5.  ઈશ્વર પ્રાણીધાન જે કઈ કરીએ તે બધું પ્રભુને ખાતર અને પ્રભુની સેવામાં સમર્પિત કરવાની ભાવના.
પવિત્રતા
સંતોષ
 સંયમ
પ્રભુ પ્રત્યે સમર્પણભાવ
ધર્મગ્રંથો વાંચવા       

3.      આસન શરીરનું નિયમન કરવું
        કુલ 84 લાખ આસનોમાંથી 84 જાણવા જેવા 11 રોજ કરવાં જેવા.

4.      પ્રાણાયામ શ્વાસનું નિયમન કરવું
        પ્રાણાયામ કરવાથી ફેફસામાં આવેલી કરોડો જાળીઓ વધુ ચેતનવંતી બની પ્રાણવાયું પચાવી લોહીને પૂરેપૂરું
        શુધ્ધ કરે છે. કોષોને નવજીવન પ્રાપ્ત થાય છે. અબજો કોશો ચેતનમય બનતાં યુવાની જળવાય છે.

5.      ધારણા એકાગ્રતા રાખવી

        ધારણા થકી ધ્યાનમાં જવાય છે. ધ્યાન એ સ્થિતિ છે. ધ્યાનથી મન શાંત થાય છે, કુંડલીની જાગૃતિ થાય છે.

6.      પ્રત્યાહાર - ઇન્દ્રિયોના સુખોથી મનને વિમુખ રાખવું.
         મન તથા ઇન્દ્રિયોના સુખથી મનને વિમુખ રાખવું.

7.      ધ્યાન ચિંતન કરવું

8.      સમાધિ આત્મામાં વિલન થવું.
        ધ્યાન પૂર્ણ બને ત્યારે સમાધિનો અનુભવ થાય છે. સમાધિમાંઆત્મા પરમાત્મા સાથે એકરૂપ થાય છે. પૂર્ણ આનંદનો
       અનુભવ થાય છે. પૂર્ણશાંતિનો અનુભવ થાય છે.

 -------------------------------------------------------------------------------------

યોગના મુખ્ય આસનો

1.      સૂર્યનમસ્કાર

2.      સર્વાગાસન

3.      હલાસન

4.      પશ્ચીમોતાનાસન

5.      ભુજંગાસન

6.      શલભાસન

7.      ધનુરાસન

8.      પવનમુક્તાસન

9.      મયુરાસન

10.     પક્ષાસન

11.     શવાસન

 -------------------------------------------------------------------------------------

યોગાસનના નિયમો

1.      સવારે શોચાદી ક્રિયા પતાવી વહેલી સવારે હવા ઉજાસવાળી ખુલ્લી હવામાં નિયમિત કરવાં.

2.      ઉચાટભર્યું મન રાખ્યા વગર શાંતિથી કરવાં.

3.      શ્વાસોસ્વાસના સાક્ષી બની રહેવું.

4.      એક આસન કર્યા પછી થોડો વિશ્રામ કરવો.

5.      સ્વચ્છ, ઢીલાં અને હળવા કપડાં પહેરવા.

6.      શેતરંજી પર ધાબળો પાથરી સંતુલિત જગ્યા પર કરવા.

7.      બળજબરીથી આંખ, કાન કે શ્વાસોસ્વાસમાં દબાણ આવે તે રીતે કે ચહેરાની માંસપેશીઓ ખેંચાય તેવી રીતે ન કરવા.

8.      ચશ્માં કે ઘરેણા ના પહેરવા

9.      આસનો લયબધ્ધ આંચકા કે થાક્યા વગર કરવાં, શરીરને ઓછા શ્રમથી કરવાં

10.     વાતચીત કરવી નહીં.

11.     આંખો બંધ કરીને કરવા.

12.     હળવા કે ખાલી પેટે કરવા.

13.     ભરપુર ભોજનનાં 5 કલાક પછી, નાસ્તાનાં 3 કલાક પછી આસન કરી શકાય, આસન કર્યા પછી 1 કલાક બાદ ભોજન લઇ શકાય.

14.     બધા આસનો કર્યા પછી 10 મિનીટ શવાસન કરવું.

------------------------------------------------------------------------------------- 

ધ્યાનના ફાયદા

1.      ધ્યાનથી Positive વિચારો આવે છે.

2.      ધ્યાનથી મન Creative થાય છે.

3.      ચિંતા, ટેન્શન ઘટે છે.

4.      એકાગ્રતા વધે છે.

5.      BP ઘટે છે, કોલેસ્ટેરોલ ઘટે છે.

6.      બીમારી જલ્દી માટી જાય છે.

7.      સંધિવા/પીઠના/કમરનાં દર્દમાં સુધારો થાય છે.

8.      સહનશક્તિમાં વધારો થાય છે.

9.      શ્વાસોચ્સ્વાસનો દર ઘટે છે.

10.     ડાયાબીટીસ Control થાય છે.

11.     બૌધિક ક્ષમતા વધે છે.

 



Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top